HOME

For latest update about Education Keep Visiting our Site....Also Visit GujPri-Gujarat Principal...Thank you for visit our site

NMMS SCHOLARSHIP EXAM NOTIFICATION GUJARAT NOV 2025

NMMS SCHOLARSHIP EXAM NOTIFICATION GUJARAT NOV 2025

ધોરણ 8 પછી ધોરણ 9 થી 12 સુધી 

*કુલ ₹48,000 ની શિષ્યવૃત્તિ!*

દર મહિને ₹1000 સીધા તમારા ખાતામાં 🏦



- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 22 નવેમ્બર 2025

🔗 વિગતવાર માહિતી અહીં જુઓ 👇

NMMS APPLY

NMMS નું ફોર્મ ભરવા માટે

APPLY HERE

@ ફોર્મ ભરવાનો સમય ગાળો 10-11-2025 થી 22-11-2025

@પરીક્ષા ફી ભરવાનો સમયગાળો 10-11-2025 થી 24-11-2025

@પરીક્ષાની સંભવિત તારીખ 3-1-2026


બાળકનું ફોર્મ ભરવા માટે આટલું તૈયાર રાખવું


@ દરેક બાળક નો U DISE CODE તૈયાર રાખવો.

@ દરેક બાળક નું નામ અને જન્મ તારીખ આધાર કાર્ડ પ્રમાણે લખવી.

@ દરેક બાળક ના વાલી નો આવક નો દાખલો 3 વર્ષ જૂનો ના હોવો જોઈએ.04/2023 પછી નો(મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તલાટી કમ મંત્રીશ્રી અને ચીફ ઓફિસર શ્રી)

@ જાતિ નો દાખલો શાળા ના આચાર્ય શ્રી દ્વારા આપવામાં આવેલ ફોટા વાળું બોનાફાઇડ ચાલશે જેમાં પેટા જ્ઞાતિ લખવી.(મામલતદાર શ્રી,તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા આચાર્યશ્રી દ્વારા ઉપર મુજબ)

@ જો બાળક મેરીટ માં આવે તો ઉપર ના બંન્ને દાખલા સક્ષમ અધિકારી ના હોવા જોઈએ.

@ બાળક ના ભાઈ બહેન ની સંખ્યા ની માહિતી તથા  બાળક ના માતા પિતા નું ભણતર અને વ્યવસાય ની માહિતી તૈયાર રાખવી.

@ શાળા નો ડાયસ કોડ તૈયાર રાખવો.

@ બાળક નું એડ્રેસ પીનકોડ સાથે તૈયાર રાખવા.

FEE:-

OPEN/OBC કેટેગરી ના બાળકો માટે ધોરણ 7 માં 55% થી વધુ તથા ફી 70 + સર્વિસ ટેક્સ

 અને SC/ST બાળકો માટે ધોરણ 7 માં 50% થી વધુ અને 

ફી 50 + સર્વિસ ટેક્સ થશે.

@ બાળકો ના ફોટા અને સાઈન ની સાઈઝ 15 KB થી ઓછી અને આધાર કાર્ડ, આવક નો દાખલો, જાતિ ના દાખલા ની સાઈઝ 100KB થી ઓછી હોવી જોઈએ.

@ બાળક ના વાલી નો મોબાઈલ નંબર પણ તૈયાર રાખવો.

@ બાળક નો ફોટો,બાળક ની સાઇન, બાળક ના જાતિ નો દાખલો(SC/ST કેટેગરી ના બાળકો માટે),બાળક ના વાલી ના આવક નો દાખલો,બાળક ના આધાર કાર્ડ ના આગળ અને પાછળ નો ફોટો આટલા કાગળ અપલોડ કરવાના છે.

SIR... elector roll update information for knowlodge decmber 2025

ચૂંટણી કમિશન ગુજરાત દ્વારા "SIR" ની જાહેરાત કરવા માં  આવી છે...


જાગરૂક નાગરિક તરીકે આપણે સૌ નીચે જે મુદ્દા આપ્યા છે તે પ્રમાણે તૈયારી કરી રાખવા ની જરૂરત છે


તારીખ 4/11/2025 થી BLO દરેક વિસ્તારોમાં ડોર ટુ ડોર આ કાર્યક્રમ માટે આવી કાર્યવાહી કરવા ના છે.


ગુજરાતમાં  ચૂંટણી પંચ દ્વારા જે વિશેષ રિવિઝન અભિયાન હાથ ધરવામાં આવનાર છે તે 2 તબક્કામાં કરવામાં આવશે તેવું જાણવામાં આવેલ છે. આ અંતર્ગત  2025 ની મતદાર યાદીને 2002 ની મતદાર યાદી સાથે તુલના કરી મતદારોને A અથવા B, C અથવા D અને E અથવા F કેટેગરી એમ કુલ 6 શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવશે. આ માટે દરેક મતદારને પણ આ પ્રક્રિયા સમજીને સજાગ થવાની જરૂર છે જેથી કરીને પાછળથી હેરાન ના થવું પડે. અને મતદાન ના હકથી વંચિત ના રહેવું પડે. 


1. કેટેગરી A અને B : જે વ્યક્તિનું નામ 2025 ની મતદાર યાદીમાં છે. અને એમનો જન્મ 01/07/1987 કે તે પહેલાં છે. એટલે કે જેમની ઉમર 38 વર્ષથી વધુ છે. તે વ્યક્તિ નું નામ 2002 ની મતદાર યાદીમાં પણ જોવામાં આવશે. જો તેમનું નામ 2002 ની મતદાર યાદીમાં છે તો તે ક્રમાંકની નોંધણી કરી એ મતદારને A  કેટેગરી મા મુકવામાં આવશે. અને જો તે વ્યક્તિનું નામ 2002 ની મતદાર યાદીમાં નહી હોય તો તેમને B કેટેગરી માં મુકવામાં આવશે.


2. કેટેગરી C અને D : જેમનો જન્મ 02/07/1987 થી 02/12/2004 વચ્ચે થયો છે. એટલે કે જેમની ઉમર 22 થી 38 વર્ષની છે. તે વ્યક્તિનું નામ 2025 ની મતદાર યાદીમાં છે અને તેમના માતા અથવા પિતા બંને માથી કોઇ એકનુ નામ 2002 ની મતદાર યાદીમાં છે તો તેમને કેટેગરી C મા મુકવામાં આવશે અને જો તેમના માતા પિતા બંનેમાથી એકનું પણ નામ 2002 ની યાદીમાં નહી હોય તો તેમને D કેટેગરીમાં મુકવામાં આવશે. 


3. કેટેગરી E અને F 2/12/2004 પછી જન્મેલા મતદારો એટલે કે જેમની ઉમર 18 થી 21 વર્ષની છે. તેમના માતા અને પિતા બંને ના નામ 2002 ની મતદાર યાદીમાં હશે તો જ તેઓને E કેટેગરીમાં મુકવામાં આવશે. માતા પિતા બંને ના નામ 2002 ની યાદીમાં નહી હોય તો તેમને F કેટેગરીમાં મુકવામાં આવેશે.



ફેઝ-2 માં મતદારો પાસેથી પુરાવા / દસ્તાવેજો માગવામાં આવશે

 A કેટેગરીમાં મુકવામાં આવ્યા છે તેમને કોઈ પૂરાવા રજૂ કરવાના રહેશે નહી 

B, C અને E કેટેગરીમાં મતદાર ને તેમનો પોતાનો એક નો જ પૂરાવો આપવાનો રહેશે 

D કેટેગરીમાં મતદારને તેમની સાથે તેમના માતા અથવા પિતાનો એમ કૂલ બે પૂરાવા આપવા પડશે. 

F  કેટેગરીમાં મતદારને તેમની સાથે તેમના માતા અને પિતા બંનેના એમ કૂલ ત્રણ પૂરાવા આપવા પડશે. 


જો આ પૂરાવાઓ નહી આપી શકીએ તો નવી મતદાર યાદીમાં તે મતદારોનું નામ નહી રહે. આની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે. આ અંગે આપણે તાત્કાલિક અસરથી જાગૃત નાગરિક બનીને અત્યારે જ પહેલા તબક્કામાં જ આપણા નામ A, B, C અને E કેટેગરીમાં સમાવેશ થઈ જાય તે માટે જાગૃત થવાની જરૂર છે. 

આ માટે દરેક વ્યક્તિએ ચિંતા કરવાની જરૂર છે


જે વ્યક્તિ 41 વર્ષ ઉપરના છે તેમણે, 2002 મા જે વિસ્તારમાં રહેતા હતા તે વિસ્તારની 2002 ની મતદાર યાદીમાંથી તેમનું નામ શોધીને તેના વિભાગ અને ક્રમ નંબર સાથે, હાલમાં જે વિસ્તારની મતદાર યાદીમાં નામ બોલે છે.તે વિસ્તારના BLO ને નોંધાવી દો. જેથી તમારું નામ A કેટેગરીમાં મુકવુ સરળ થઈ જાય. જેમની ઉમર 41 વર્ષથી નાની છે તેમનું નામ 2002 ની મતદાર યાદીમાં હશે નહી. એટલે એમનો B કેટેગરીમાં સમાવેશ થશે. એમણે બીજો તબક્કો આવે ત્યા સુધીમાં પોતાનુ એક ડોક્યુમેન્ટ તૈયાર રાખવુ જોઈએ.

તમારા પરિવારના દરેક સભ્યો જેમકે માતા,  પિતા, ભાઈ, બહેન, દિકરા, દિકરી અને ખાસ કરીને પત્ની અને દિકરાની વહુ કે જેમનો ( જન્મ 02/07/1987 થી 02/12/2004 વચ્ચે થયો છે. એટલે કે જેમની ઉમર હાલમાં 21 થી 38 વર્ષ ની છે. તેમના માતા- પિતા  અથવા બંનેમાંથી એક નું નામ (ખાસ કરીને સાસુ – સસરા) નામ જે તે વિસ્તારની 2002 ની મતદાર યાદીમાંથી શોધીને હાલમાં જે વિસ્તારની મતદાર યાદીમાં તેમનું નામ બોલે છે.તે વિસ્તારના BLO ને નોંધાવી દો. જેથી તેઓનો C કેટેગરીમાં સમાવેશ થઈ જાય. આ સાથે તેઓનું એક ડોક્યુમેન્ટ તૈયાર રાખવુ જોઈએ. અન્યથા D કેટેગરીમાં સમાવેશ થાશે તો તેમના સાથે માતા અથવા પિતાનો પૂરવા માટે પણ ડોક્યુમેન્ટ આપવા પડશે. 

તમારા પરિવારના દરેક સભ્યો જેમકે ભાઈ, બહેન, દિકરા, દિકરી અને ખાસ કરીને પત્ની અને દિકરાની વહુ કે જેમનો  જન્મ 02/12/2004 પછી થયો છે. એટલે કે જેમની ઉમર હાલમાં 18 થી 21 વર્ષ ની છે. તેમના માતા અને પિતા બંનેના (ખાસ કરીને સાસુ – સસરા) નામ જે તે વિસ્તારની 2002 ની મતદાર યાદીમાંથી શોધીને હાલમાં જે વિસ્તારની મતદાર યાદીમાં તેમનું નામ બોલે છે.તે વિસ્તારના BLO ને નોંધાવી દો. જેથી તેઓનો E કેટેગરીમાં સમાવેશ થઈ જાય. આ સાથે તેઓનું એક ડોક્યુમેન્ટ તૈયાર રાખવુ જોઈએ. અન્યથા F કેટેગરીમાં સમાવેશ થાશે તો તેમના સાથે માતા અને પિતાના પૂરવા માટે પણ ડોક્યુમેન્ટ આપવા પડશે. 

આ માટે આપણે હાલ તાત્કાલિક ધોરણે સજાગ થઈએ


Share English German French Arabic Chinese Simplified