ઉચ્ચ પ્રાથમિક શાળા કક્ષા (ધોરણ 6 થી 8) પ્રવૃતિ
સ્વતંત્ર લેખન સ્પર્ધા ધોરણ-6 થી 8
[ગુજરાતી/અંગ્રેજી ]
ભૂમિકા:-
પ્રાથમિક કક્ષાએ
બાળકોમાં શ્રવણ-કથન-વાચન-લેખન આ પાયાના કૌશલ્યોનો વિકાસની સંમાતરે સર્જનાત્મકતાનો
વિકાસ જરૂરી છે. સ્વતંત્ર લેખન વડે બાળકોની લાગણી, કલ્પના શક્તિ, અવલોકન શક્તિ એ
બે રીતે અભિવ્યકત કરી શકે છે.
એ મૌખિક અને લેખિત સ્વરૂપે, અહી સ્વતંત્ર
લેખન કૌશલ્ય અભિવ્યક્તિના વિકાસને પૂરક-પોષક તક મળે છે. પ્રાથમિક કક્ષાના
બાળકોના વિચારોને, કલ્પનાને, લાગણીને યોગ્ય રીતે
વ્યકત કરવાની તક સ્વતંત્ર લેખન દ્વારા પૂરી પાડવી એ આપણું લક્ષ્ય છે.
માર્ગદર્શક બાબતો :-
1.
આ સ્પર્ધા ધોરણ- 6 થી 8
ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી અને અંગ્રેજી
બન્ને ભાષામાં યોજવાની રહેશે.
2. આ સ્પર્ધામાં ધોરણવાર
અને વયકક્ષા મુજબ મુદ્દો કે વિષય આપવાનો રહેશે.
3. આ સ્પર્ધામાં મૂલ્યાંકન
પણ ધોરણવાર અને વિષયવાર અલગ અલગ કરવાનું
રહેશે.
4. આ સ્પર્ધા માટે બાળકોને
અગાઉથી પ્રાર્થનાસભા કે વર્ગખંડમાં માહિતી
અને માર્ગદર્શન આપીને પ્રોત્સાહિત
કરવાના રહેશે.
5. સ્વતંત્ર લેખન માટે આપેલ
મુદ્દો/વિષયને સ્પર્ધકો પદ્ય કે ગદ્ય સ્વરૂપે લખી શકે છે.
6. સ્પર્ધકોને લેખન સામગ્રી
સ્પર્ધાના સ્થળેથી જ કાગળ.પેન જેવી વસ્તુઓ પૂરી પાડવાની રહેશે.
7. સ્પર્ધકોને આ સ્પર્ધાની
માહિતી અગાઉથી જ પ્રાર્થના કે નોટીસ બોર્ડ પર તારીખ, સમયની જાણ કરવાની
રહેશે.
8. શાળા કક્ષાએ ત્રણેય
ધોરણના તમામ બાળકો આ સ્પર્ધામાં ભાગ લે એ બાબતની કાળજી લેવાની રહેશે.
9. સ્વતંત્ર લેખન માટે
બાળકોની વયકક્ષાને અનુરૂપ વિષયવાર અને
ધોરણવાર 6 થી 8 મુદ્દાઓ સ્પર્ધાના સમયે
જ આપવાના
રહેશે.જેમાંથી કોઇ પણ એક જ વિષય ઉપર લેખન કરવાનું રહેશે.
10.નિર્ણાયક તરીકે જે તે
ધોરણના વિષય શિક્ષક ને ન રાખતા શાળાના અન્ય બે શિક્ષકો કે નજીકની માધ્યમિક
શાળાના શિક્ષકોને SMC ના શિક્ષણ વિદ ને
નિર્ણાયક તરીકે લેવાના રહેશે.
નિયામાવલિ :-
1.
આ સ્પર્ધા ધોરણ-6 થી 8
ના બાળકો માટે ધોરણવાર માત્ર ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં યોજવાની રહેશે.
2.
સ્પર્ધાનો સમય 45
મિનિટનો રહેશે.
3.
વિદ્યાર્થી/સ્પર્ધકોએ
શાળા દ્વારા અપાયેલા કાગળમાં જ લેખન કરી શકશે.
4.
સ્પર્ધકને અપાયેલા
મુદ્દા/વિષય પૈકી કોઇ પણ એક જ મુદ્દા /વિષય પર ગદ્ય કે પદ્ય સ્વરૂપમાં લેખન કરી
શકશે.
5. સ્પર્ધકે પસંદ કરેલ
સ્વરૂપ લેખનમાં મૌલિકતા,ભાવ નિરૂપણ,સ્વચ્છતા,સુઘડતા,ભાષા શુધ્ધિ વગેરેને ધ્યાનમાં
લઇ ને મૂલ્યાંકન
કરવાનું રહેશે.[ગુજરાતી કે અંગ્રેજી કોઇ પણ એક વિષય]
મૂલ્યાંકન તરાહ
ધોરણ
|
ક્રમ
|
વિદ્યાર્થીનું નામ
|
પસંદ કરેલ સ્વરૂપ અને
મૌલિકતા
|
ભાવ નિરૂપણ
|
સ્વચ્છતા સુઘડતા ભાષા
શુધ્ધિ
|
સમગ્ર છાપ
|
કુલ ગુણ
|
વિશેષ નોંધ
|
10 ગુણ
|
5 ગુણ
|
5 ગુણ
|
5 ગુણ
|
25 ગુણ
|
|
|||
|
|
|
|
|
|
|
|
|
નિર્ણાયક :- 1 વિજેતા:- 1. નિર્ણાયક:-2
સહી :- 2. સહી
:-
3.
બાળવાર્તા સ્પર્ધા (ગુજરાતી અને અંગ્રેજી) ધોરણ-
6 થી 8
ભૂમિકા :-
‘’ વાર્તા ‘’ શબ્દ સાંભળતાની સાથે જ આબાલ વૃધ્ધ સૌ કોઇને આનંદની અનૂભૂતિ
કરે છે.અ ને તેમાયે નાના બાળકોને વાર્તા એ આજના ટેકનોલોજીના હરણ ફાળ સમયમાં પણ
સાંભળવાની અને કહેવાની ખૂબજ ગમે છે. વાર્તા એ માનવીના હ્રદયના ભાવ સાથે, લાગણીઓ
અને કલ્પનાઓને અભિવ્યકત કરે છે. વાર્તા દ્વારા શ્રવણ કૌશલ્ય, કથન કૌશલ્ય,વિચાર
શક્તિની ખિલવણી, સ્મરણ શક્તિ વધારવી અને સાથે હાવભાવ સાથે અભિનય શક્તિનો વિકાસ થાય
છે. સાથે સાથે બાળકોની ભાષા સમૃધ્ધિનો વિકાસ થાય છે. વાચન કૌશલયના વિકાસ માટે પાઠયપુસ્તક સિવાય બાળકો ઇતર વાચન કરતા થાય અને
તમામ બાળકો ભાષાકિય સમૃધ્ધિ તરફ આગલ વધે એ આપણું લક્ષ્ય છે.
માર્ગદર્શક રૂપરેખા :-
1. આ સ્પર્ધા ધોરણ-6 થી 8 ના બાળકો માટે આયોજિત
કરવાની રહેશે.
2. આ સ્પર્ધા ધોરણવાર અલગ અલગ રીતે યોજવાની રહેશે.
3. સ્પર્ધાની જાહેરાત વર્ગખંડ કે પ્રાર્થના સભામાં
એક અઠવાડિયા અગાઉથી સમાંયતરે કરવાની રહેશે.
4. આ સ્પર્ધામા તમામ બાળકો ફરજિયાત ભાગ લે તેવો
પ્રયત્ન કરવાનો રહેશે.
5. વાર્તાકથન વિષયની પસંદગી પ્રાણી કથાઓ,રામાયણ
મહાભારત કે પૌરાણિક પ્રસંગો આધારિત રાખવાની
રહેશે.
6. વાર્તા કથન સ્પર્ધાનો સમય 8 મિનિટનો રાખવાનો રહેશે.
7. સ્પર્ધાનું આયોજન જે તે ધોરણના વર્ગખંડમાં
વર્ગના બધાંજ બાળકો સામે વાર્તા રજૂ કરી શકે તેવું આયોજન
કરવાનું રહેશે.
8. સ્પર્ધા માટે નિર્ણાયક તરીકે વર્ગ શિક્ષક
સિવાયના શાળાના અન્ય બે શિક્ષકો કે SMC ના શિક્ષણવિદને પસંદ
કરવાના રહેશે.
9. બન્ને નિર્ણાયકશ્રીના મૂલ્યાંકન પત્રકો અલગ અલગ
બનાવવાના રહેશે.
10. વર્ગ શિક્ષક સમગ્ર સ્પર્ધાનું
અયોજન તથા સંચાલન કરવાનું રહેશે.
નિયમાવલિ :-
1. વાર્તા કંઠસ્થ રજૂ
કરવી ફરજિયાત છે.
2. વાર્તા માન્ય ભાષામાં
રજૂ કરવાની રહેશે.
3. વાર્તામાં આવતા
પ્રસંગો સમયકાળની ક્રમિકતામાં હોવી જોઇએ.
4. વાર્તા વર્ણનાત્મક
હોવી જોઇએ.
5. વાર્તા આંગિક અભિનય
સાથે આરોહ અવરોહ અને યોગ્ય હાવભાવ સાથે રજૂ કરવાની રહેશે.
6. વાર્તા મોટા અવાજે
વર્ગના બધાંજ બાળકો સાંભળી શકે એ રીતે રજૂ
કરવાની રહેશે.
7. અધૂરી વાર્તાને
સ્પર્ધા માટે માન્ય રાખવામાં આવશે નહિ.
8. વાર્તાના વિષયની
પસંદગી બાળક પોતાની મરજી મુજબનો
હોવો જોઇએ.
9. ત્રણ વિજેતા
સ્પર્ધકોની પસંદગી કરવાની રહેશે.
10.નિર્ણાયકોનો નિર્ણય માન્ય
ગણવાનો રહેશે.
મૂલ્યાંકન તરાહ
ક્રમ
|
સ્પર્ધકનું નામ
|
વાર્તાનું શિર્ષક
|
વાર્તાની રજૂઆત
|
ભાષા શુધ્ધિ
|
ભાષા શૈલી
|
આંગિક અભિનય
|
પ્રસંગોની ક્રમિકતા
|
વર્ણનાત્મકતા
|
સમગ્ર છાપ
|
કુલ ગુણ
|
10
ગુણ
|
10 ગુણ
|
10 ગુણ
|
5 ગુણ
|
5 ગુણ
|
5 ગુણ
|
5 ગુણ
|
50 ગુણ
|
|||
|
|
|
|
|
|
|
|
|
|
નિર્ણાયક :- 1 વિજેતા:- 1. નિર્ણાયક:-2
સહી :- 2. સહી
: 3.
આદર્શ વાચન સ્પર્ધા [ધોરણ-6 થી 8 ]
ભૂમિકા:-
વાચન એ ભાષા વિકાસનું મહત્વનું કૌશલ્ય છે. પ્રાથમિક કક્ષાએ
બાળકોની વાચન અભિમુખતા વિકસાવવા માટેનું વાતાવરણ આદર્શવાચનની સ્પર્ધા દ્વારા વધુ
મજબૂત બની શકશે. શાળાકક્ષાએ વિવિધ હસ્તપ્રતો, ચોપાનિયા, ચિત્રવાર્તાઓ, બાળસાહિત્યો,છાંપાની
પૂર્તિઓ તેમજ સ્થાનિક સાહિત્યના વાચન પ્રત્યેની અભિરૂચિ અને ફુરસદના સમયનો સદ્પયોગ
અહીં અભિપ્રેરિત છે. ખૂબ સારું મૂકવાચન કરી શકતા વિદ્યાર્થીઓનું મુખરવાચન પણ
શ્રેષ્ટ હોય એ આપણું ધ્યેય છે.
માર્ગદર્શક રૂપરેખા :-
1. આ સ્પર્ધા ધોરણ 6 થી
8 ના દરેક વિદ્યાર્થીઓ માટે ધોરણવાર અલગ
અલગ રહેશે.
2. વિદ્યાર્થીઓને
પાઠયપુસ્તક બહારના 10 થી 15 લીટીના છાપેલા ફકરાઓ વાચન સામગ્રી તરીકે અલગ અલગ
આપવાના રહેશે. [સંવાદવાળો ફકરો,સમાચાર પત્રનો
ફકરો,વિવિધ વિરામ ચિહ્નો વાળો ફકરો]
3. ફકરાઓ પસંદ કરતી વખતે
વિદ્યાર્થીઓની વયકક્ષાને ધ્યાનમાં રાખવાની રહેશે.
4. પસંદ કરેલી વાચન
સામગ્રીમાં પદ્યની પંક્તિઓ ન જ આવે એનો ખ્યાલ રાખવાનો રહેશે.
5. દ્રષ્ટિની મર્યાદા
ધરાવતા વિદ્યાર્થીઓ માટે લાર્જ પ્રિન્ટ કે
બ્રેઇન સાહિત્યનો ઉપયોગ કરવાનો
રહેશે.
6. મૂલ્યાંકનકર્તા તરીકે
વર્ગશિક્ષક સિવાયના બે શિક્ષકોએ ભૂમિકા ભજવવાની રહેશે.
7. મૂલ્યાંકન તરાહના
આપેલા નમૂના મુજબ નિર્ણાયક-1 અને નિર્ણાયક-2 ના ગુણપત્રકોનો સરવાળો કરી કુલ- 25
ગુણમાંથી પરિણામ જાહેર કરવાનું રહેશે.
નિયમાવલિ :-
1. ધોરણ-6 થી 8 માટે
દરેક ધોરણની સ્પર્ધા અલગ અલગ હશે.
2. વાચન સામગ્રી
પાઠયપુસ્તક બહારની હશે.
3. વાચન માટેનો ફકરો 10
થી 15 લીટીનો હશે.
4. દરેક વિદ્યાર્થીએ
અન્ય વિદ્યાર્થીઓની સામે મુખરવાચન કરવાનું રહેશે.
5. વાચનની
ગતિ,આરોહ-અવરોહયુકત ભાવવાહી વાચન,વિરામ ચિહ્નનો ખ્યાલ અને ઉચ્ચાર શુધ્ધિને ધ્યાનમાં
રાખી મૂલ્યાંકન કરાશે.
6. દ્રષ્ટિ મર્યાદા
ધરાવતા વિદ્યાર્થીઓ માટે ખાસ સ્વરૂપમાં વાચન સામગ્રી પૂરી પડાશે.
7. નિર્ણાયકોનો નિર્ણય
અંતિમ અને આખરી ગણાશે.
મૂલ્યાંકન તરાહ
આદર્શ વાચન ધોરણ-6 થી 8
સ્પર્ધકનું નામ
|
ઉચ્ચાર શુધ્ધિ
|
આરોહ-અવરોહ અને વિરામ
ચિહ્નોનો સાથેનું વાચન
|
યોગ્ય ઝડપ સાથેનું
વાચન
|
સમજ પૂર્વકનું વાચન
|
સમગ્ર છાપ
|
કુલ ગુણ
|
5 ગુણ
|
5 ગુણ
|
5 ગુણ
|
5 ગુણ
|
5 ગુણ
|
25 ગુણ
|
|
|
|
|
|
|
|
|
નિર્ણાયક :- 1 વિજેતા:- 1. નિર્ણાયક:-2
સહી :- 2. સહી
:-
3.
નિબંધ સ્પર્ધા ધોરણ- 6 થી 8 ગુજરાતી /અંગ્રેજી
ભૂમિકા
:-
માતૃભાષા શિક્ષણમાં વિદ્યાર્થીઓની લેખિત
અભિવ્યક્તિનો વિકાસ ખૂબ જરૂરી છે. લેખિત અભિવ્યક્તિએ વ્યક્તિના વ્યક્તિત્વનું માપન
કરે છે. “ બાળક પોતાના વિચારોને શુદ્ધ ભાષામાં લખે “ એ ખૂબ મહત્વનું છે. એ હેતુ સિધ્ધ કરવા માટે લેખિત અભિવ્યક્તિનો
વિકાસ ખુબજ જરૂરી છે. વિદ્યાર્થીઓની લેખિત અભિવ્યક્તિ ખિલવવા નિબંધ એક અસરકારક માધ્યમ છે.
વિદ્યાર્થી પોતાના વિચારો લેખિત સ્વરૂપે રજૂ કરી શકવાની ક્ષમતા પ્રાપ્ત કરી શકે તે
માટે ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી અને અંગ્રેજી
વિષય માટે નિબંધ લેખન સ્પર્ધા યોજવા જઇ રહ્યા છીએ.
માર્ગદર્શક રૂપરેખા :-
(૧)
નિબંધ લેખન સ્પર્ધા આપણે સમગ્ર ગુજરાત રાજ્યની અનુદાનિત ઉચ્ચ પ્રાથમિક
શાળાઓના વિદ્યાર્થીઓ
માટે કરીશું.
(૨) સ્પર્ધા
માટે વય મર્યાદાને નહિ પણ માત્ર ધોરાણના માપદંડને
જ ધ્યાનમાં રાખીશુ
(3) બાળકોની
વય કક્ષાને ધ્યાનમાં રાખી વિષયો પસંદ
કારવા જોઇશે
(4) ઉચ્ચ
પ્રાથમિક વિભાગ માટે પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ વિષયવસ્તુ આધારિત વિષયો
વિદ્યાર્થીઓની
વિચાર શક્તિ, મૌલિકતા અને કલ્પનાશક્તિને પોષક તેમજ નવિન્યપૂર્ણ
વિષયો પસંદ કરવા જોઈશે.
(5)
આ સ્પર્ધાના નિયમો સહિતની જાહેરાત શાળાની
પાર્થનાસભામાં અને નોટિસબોર્ડ પર એક સપ્તાહ પહેલાં
કરવી જોઇશે.
(6)
શાળા કક્ષાએ ધોરણવાર દરેક બાળકો આ સ્પર્ધા
માં સહભાગી બને એ બાબતની કાળજી લેવી જોઈશે.
(7)
શાળા કક્ષાની આ સ્પર્ધાના મૂલ્યાંકનની
પેનલમાં શાળાના ઉચ્ચ પ્રાથમિક વિભાગના ભાષાના શિક્ષક, અંગ્રેજી નિબંધ
લેખનમાં અંગેજી ભાષાના શિક્ષક/ અંગેજી ભાષાના જાણકાર શિક્ષક, નજીકની હાઇસ્કૂલના અંગેજી વિષયના શિક્ષક વગેરેની સેવા લઈ શકાશે.
નિયમાવલિ:-
(1)
સ્પર્ધા ધોરણ 6 થી 8
ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી અને અંગેજી વિષય માટે ગુજરાતી અને અંગેજી વિષય માટે અલગ અલગ કરવાની
રહશે.
(2)
સ્પર્ધા માટે ઉચ્ચ
પ્રાથમિક કક્ષાએ 60
મિનિટ નો સમય નક્કી
કરવો જોઈશે.
(3)
ઉચ્ચ પ્રાથમિક કક્ષા
માટે 150
થી 200
શબ્દો મર્યાદા રાખી શકાય.
(4)
વર્ણનાત્મક, વિવેચનાત્મક, સાંપ્રત સમય ને અનુરૂપ, તાજેતરની ઘટનાઓ આધારિત
નિબંધના વિષયો રાખવા જોઈશે.
(5)
નિબંધ સ્પર્ધાની જાહેરાત
બે દિવસ અગાઉથી કરવી જોઈશે.
(6)
સ્પર્ધાની બેઠક વ્યવસ્થા
શાળાના વર્ગખંડમાં ગોઠવવી, ઉચ્ચ પ્રાથમિક શાળાના શિક્ષક વર્ગ
ખંડમાં નિરીક્ષક તરીકે ઉપસ્થિત રહશે, સ્પર્ધા માં વિધ્યાર્થી
કોઈપણ પ્રકારનું સંદર્ભ સાહિત્ય સાથે રાખી શકશે નહીં.
(7)
સ્પર્ધા દરમિયાન વિધ્યાર્થીઓ અંદર અંદર વાતચીત ન કરે, એક બીજાના લખાણની નકલ ન
કરે વર્ગખંડમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાય એવી ગોઠવણ કરવી.
(8)
સ્પર્ધકે શાળા તરફથી
આપવામાં આવેલ ફૂલસ્કેપ કાગળમાં નિબંધ લેખન કરવાનું રહશે.
મૂલ્યાંકન માળખું:-
સહ- અભ્યાસિક સ્પર્ધાઓ અંતર્ગત નિબંધ
સ્પર્ધાનું મૂલ્યાંકન પત્રક
શાળાનું નામ:.....................................................તાલુકો:......................................જિલ્લો:...............................
સ્પર્ધાનું નામ: નિબંધ સ્પર્ધકનો
કોડ:...............................................................
સ્પર્ધકનું ધોરણ/વર્ગ:.............................................................
નિર્ણાયકનું
નામ:...................................................................
ક્રમ
|
સ્પર્ધકનો કોડ
|
ધોરણ અને વર્ગ
|
મૂલ્યાંકનના
માપદંડો અને ગુણ
|
|||||||
ભાષાકીય
અભિવ્યક્તિ
|
ભાષા
શૈલી
રજૂઆત
|
અક્ષરોના
મરોડ
|
વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધતા
|
વિચારોની
તાર્કિકતા
|
વિષય વસ્તુની અનુરૂપતા
|
લેખનમાં
સુઘડતા/ સુવાચ્યતા
|
કુલ ગુણ
|
|||
૧0
|
૧૦
|
૦૫
|
૦૫
|
૦૫
|
૦૫
|
૧૦
|
૫૦
|
|||
|
|
|
|
|
|
|
|
|
|
|
સ્થળ:.......................... ૧. નિર્ણાયકની સહી
તારીખ:.......................... ૨.
નિર્ણાયકની સહી
૩.નિર્ણાયકની સહી
No comments:
Post a Comment
thanks for visiting.......