HOME

For latest update about Education Keep Visiting our Site....Also Visit GujPri-Gujarat Principal...Thank you for visit our site

ACTIVITY

ધોરણ 1 થી 5 માટેની સ્પર્ધાઓ

લેખન  સ્પર્ધા   (ગુજરાતી અને અંગ્રેજી)    [ધોરણ-3 થી 5]
ભૂમિકા:-
        બાળકોના શાળાકીય જીવનના શરૂઆતના વર્ષોમાં લેખન કૌશલ્યનો વિકાસથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસનો વધારો થાય છે. બાળકો શરૂઆતથી જ સાચું,સારું,સ્વચ્છ અને સુઘડ લેખન કરતા થાય એ જરૂરી છે. વળી બાલ્યાવસ્થા એ અનુકરણ દ્વારા શીખવાનો તબક્કો છે. નમૂના રૂપ લખાણ કે છપાયેલ સામગ્રીના અનુલેખન દ્વારા સ્વચ્છ,સુંદર, સુઘડ, મરોડદાર લેખન કૌશલ્યનો વિકાસ કરવો એ સુલેખન સ્પર્ધાનું હાર્દ છે.

માર્ગદર્શક રૂપરેખા :-
1. સુલેખન સ્પર્ધા ધોરણ-3 થી 5ના બાળકો માટે ધોરણવાર અલગ અલગ યોજવાની રહેશે.
2. આ સ્પર્ધા ગુજરાતી [ધોરણ-3 થી 5] અને અંગ્રેજી [ધોરણ-5] એમ બે ભાષા માટે યોજવાની રહેશે.
3. લેખન સામગ્રી તરીકે પાઠયપુસ્તકોનો જ 12 થી 15 લીટીનો ફકરો/વાક્યો આપવાના રહેશે.
4. શાળા કક્ષાએ ત્રણેય ધોરણના તમામ બાળકો આ સ્પર્ધામાં સહભાગી બને એ બાબતની કાળજી લેવાની
     રહેશે.
5.કાગળ,પેન/પેન્સિલ જેવી સામગ્રી સ્પર્ધકોને પૂરી પાડવાની રહેશે.
6.લેખનની સ્પર્ધા માટેનું સ્થળ પ્રકાશની દ્રષ્ટિએ યોગ્ય હોય એવું પસંદ કરવાનું રહેશે.
7.નિર્ણાયક તરીકે જે તે ધોરણના વર્ગ શિક્ષક સિવાયના બે શિક્ષકો કે મુખ્ય શિક્ષક, ઉચ્ચ પ્રાથમિક વિભાગ ન હોય તો પ્રાથમિક વિભાગમાં ભાષા શીખવતા શિક્ષક, નજીકની હાઇસ્કુલના ભાષા શિક્ષક કે એસ.એમ.સીના શિક્ષણવિદ્/સભ્ય વગેરેની સેવા લેવાની રહેશે.
8.બે નિર્ણાયકોના ગુણપત્રકોનો સરવાળો કરી પરિણામ જાહેર કરી દરેક બાળકોને પ્રોત્સાહક માર્ગદર્શન આપવાનું રહેશે.
નિયામાવલિ  :-
1.સ્પર્ધા ધોરણ-3,4,5 ના તમામ વિદ્યાર્થીઓ માટે ધોરણવાર અલગ અલગ રહેશે.
2.સ્પર્ધાનો સમય 15 મિનિટનો રહેશે.
3.સ્પર્ધા શાળાના વર્ગખંડમાં જ યોજવામાં આવશે અને ઉપલા ધોરણના શિક્ષક/SMC સભ્યો વર્ગખંડમાં   
  નિરીક્ષક તરીકે ઉપસ્થિત રહેશે.
4.સ્પર્ધકે શાળા તરફથી આપેલ કાગળમાં સુલેખન કરવાનું રહેશે.
5.સુલેખનમાં અક્ષર ભાષાના વ્યાકરણની દૃષ્ટિએ અન્ય લેખન રીતિમાંજ લખાયેલા હોવા જોઇએ.[ગુજરાતીમાં સીધા   
  દંડવાળા અક્ષરો માન્ય નથી]
6.અક્ષરોની સુઘડતા,સ્વચ્છતા,અક્ષર/શબ્દ/વાકય વચ્ચેના યોગ્ય અંતરને ધ્યાને લઇ નિર્ણય અપાશે.
મૂલ્યાંકન તરાહ :-
સુલેખન     નિર્ણાયક-1
ધોરણ
ક્રમ
વિદ્યાર્થીનું નામ
અક્ષરો
અક્ષર/શબ્દ/વાકય વચ્ચેનું યોગ્ય અંતર
સ્વચ્છતા સુઘડતા
સમગ્ર છાપ
કુલ
ગુણ
વિશેષ નોંધ
10 ગુણ
5 ગુણ
5 ગુણ
5 ગુણ
25










નિર્ણાયક :- 1                           વિજેતા:-  1.                                    નિર્ણાયક:-2
સહી :-                                           2.                                    સહી :-
                                                  3.
બાળવાર્તા  સ્પર્ધા       ધોરણ- 1 થી 5
ભૂમિકા :-
        ‘’ વાર્તા ‘’ શબ્દ સાંભળતાની સાથે જ અબાલ વૃધ્ધ સૌ કોઇને આનંદની અનૂભૂતિ થાય  છે. અને તેમાંયે નાના બાળકોને આજના ટેકનોલોજીના સમયમાં પણ વાર્તા સાંભળવાની અને કહેવાની ખૂબજ ગમે છે. વાર્તા એ માનવીના હ્રદયના ભાવ સાથે, લાગણીઓ અને કલ્પનાઓને અભિવ્યકત કરે છે. વાર્તા દ્વારા શ્રવણ કૌશલ્ય, કથન કૌશલ્ય, વિચાર શક્તિની ખિલવણી, સ્મરણશક્તિ વધારવી અને સાથે હાવભાવ સાથે અભિનય શક્તિનો વિકાસ થાય છે. સાથે સાથે બાળકોની ભાષા સમૃધ્ધિનો વિકાસ થાય છે. વાચન કૌશલયના વિકાસ માટે પાઠયપુસ્તક સિવાય બાળકો ઇતર વાચન કરતા થાય અને   તમામ બાળકો ભાષાકિય સમૃધ્ધિ તરફ આગળ વધે એ આપણું લક્ષ્ય છે.
માર્ગદર્શક રૂપરેખા :-
1. આ સ્પર્ધા ધોરણ-1 થી 5 ના બાળકો માટે આયોજિત કરવાની રહેશે.
2. આ સ્પર્ધા ધોરણવાર અલગ અલગ રીતે યોજવાની રહેશે.
3. સ્પર્ધાની જાહેરાત વર્ગખંડ કે પ્રાર્થના સભામાં એક અઠવાડિયા અગાઉથી કરવાની રહેશે.
4. આ સ્પર્ધામાં તમામ બાળકો ફરજિયાત ભાગ લે તેવો પ્રયત્ન કરવાનો રહેશે.
5. સ્પર્ધામાં ભાગ લેનાર વાર્તાનો વિષય સ્વતંત્ર રીતે પસંદ કરી શકશે.
6. વાર્તા કથન સ્પર્ધાને સમય મર્યાદામાં બાંધવી નહી પરંતુ 30 મિનિટથી લાંબી વાર્તા વધે નહિ તેવો વિષય પસંદ કેરે
   તેવી સૂચના અગાઉથી તમામ બાળકોને આપવાની રહેશે.
7. સ્પર્ધાનું આયોજન જે તે ધોરણના વર્ગખંડમાં વર્ગના બધાંજ બાળકો સામે વાર્તા રજૂ કરી શકે તેવું આયોજન કરવાનું
   રહેશે.
8. સ્પર્ધા માટે નિર્ણાયક તરીકે વર્ગ શિક્ષક સિવાયના શાળાના અન્ય બે શિક્ષકો કે SMC ના શિક્ષણવિદ્ ને પસંદ કરવાના
   રહેશે.
9. બન્ને નિર્ણાયકશ્રીના મૂલ્યાંકન પત્રકો અલગ અલગ બનાવવાના રહેશે.
10.વર્ગ શિક્ષક સમગ્ર સ્પર્ધાનું અયોજન તથા સંચાલન કરવાનું રહેશે.

નિયમાવલિ  :-
1. વાર્તા કંઠસ્થ રજૂ કરવી ફરજિયાત છે.
2. વાર્તા માન્ય ભાષામાં રજૂ કરવાની રહેશે.
3. વાર્તામાં આવતા પ્રસંગો સમયકાળની ક્રમિકતામાં  હોવી જોઇએ.
4. વાર્તા વર્ણનાત્મક હોવી જોઇએ.
5. વાર્તા આંગિક અભિનય સાથે આરોહ અવરોહ અને યોગ્ય હાવભાવ સાથે રજૂ કરવાની રહેશે.
6. વાર્તા મોટા અવાજે વર્ગના બધાંજ બાળકો સાંભળી શકે  એ રીતે રજૂ કરવાની રહેશે.
7. અધૂરી વાર્તાને સ્પર્ધા માટે માન્ય રાખવામાં આવશે નહિ.
8. વાર્તાના  વિષયની  પસંદગી બાળક  પોતાની મરજી મુજબ કરી શક્શે.
9. ત્રણ વિજેતા સ્પર્ધકોની પસંદગી કરવાની રહેશે.
10. નિર્ણાયકોનો નિર્ણય અંતિમ અને માન્ય ગણવાનો રહેશે.



મૂલ્યાંકન તરાહ

શાળાનું નામ :-.......................................................................     તારીખ :- ............................
સ્પર્ધાનું નામ :- બાળવાર્તા                                          વાર :-. .........................
ધોરણ :- ...................................................                        વર્ગ:- ..............................
ક્રમ
સ્પર્ધકનું નામ
વાર્તાનું શીર્ષક
વાર્તાની રજૂઆત
ભાષા શુધ્ધિ
ભાષા શૈલી
આંગિક અભિનય
પ્રસંગોની ક્રમિકતા
સમગ્ર છાપ
કુલ ગુણ
15 ગુણ
10 ગુણ
10 ગુણ
5 ગુણ
5 ગુણ
5 ગુણ
50 ગુણ










       
નિર્ણાયક :- 1                           વિજેતા:-  1.                                    નિર્ણાયક:-2
સહી :-                                           2.                                    સહી :-
                                       

આદર્શ વાચન  સ્પર્ધા             ધોરણ-3 થી 5
ભૂમિકા:-
        વાચન એ ભાષા વિકાસનું મહત્વનું કૌશલ્ય છે.પ્રાથમિક કક્ષાએ બાળકોની વાચન અભિમુખતા વિકસાવવા માટેનું વાતાવરણ આદર્શવાચનની સ્પર્ધા દ્વારા વધુ મજબૂત બની શકેશે.શાળાકક્ષાએ વિવિધ હસ્તપ્રતો, ચોપાનિયા, ચિત્રવાર્તાઓ,બાળસાહિત્યો,છાંપાની પૂર્તિઓ તેમજ સ્થાનિક સાહિત્યના વાચન પ્રત્યેની અભિરૂચિ અને ફુરસદના સમયનો સદ્પયોગ અહીં અભિપ્રેરિત છે.ખૂબ સારું મૂકવાચન કરી શકતો વિદ્યાર્થીઓનું મુખરવાચન પણ શ્રેષ્ઠ હોય એ આપણું ધ્યેય છે.
માર્ગદર્શક રૂપરેખા :-
1. આ સ્પર્ધા ધોરણ 3 થી 5ના દરેક વિદ્યાર્થીઓ માટે ધોરણવાર અલગ અલગ રહેશે.
2. વિદ્યાર્થીઓને પાઠયપુસ્તક બહારના 10 થી 12 લીટીના છાંપેલા ફકરાઓ વાચન સામગ્રી તરીકે અલગ અલગ
   આપવાના રહેશે.
3. ફકરાઓ પસંદ કરતી વખતે વિદ્યાર્થીઓની વયકક્ષાને ધ્યાનમાં રાખવાની રહેશે.
4. પસંદ કરેલી વાચન સામગ્રીમાં પદ્યની પંક્તિઓ ન જ આવે એનો ખ્યાલ રાખવાનો રહેશે.
5. દ્રષ્ટિની મર્યાદા ધરાવતા વિદ્યાર્થીઓ માટે લાર્જ પ્રિન્ટ કે બ્રેઇન સાહિત્યનો ઉપયોગ કરવાનો રહેશે.
6. મૂલ્યાંકનકર્તા તરીકે વર્ગશિક્ષક સિવાયના બે શિક્ષકોએ ભૂમિકા ભજવવાની રહેશે.
7. મૂલ્યાંકન તરાહના આપેલા નમૂના મુજબ નિર્ણાયક-1 અને નિર્ણાયક-2 ના ગુણપત્રકોનો સરવાળો કરી કુલ-50
   ગુણમાંથી પરિણામ જાહેર કરવાનું રહેશે.

નિયમાવલિ  :-
1.ધોરણ-3 થી 5 માટે દરેક ધોરણની સ્પર્ધા અલગ અલગ હશે.
2.વાચન સામગ્રી પાઠયપુસ્તક બહારની હશે.
3.વાચન માટેનો ફકરો 10 થી 12 લીટીનો હશે.
4.દરેક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીઓની સામે મુખરવાચન કરવાનું રહેશે.
5.વાચનની ગતિ,આરોહ-અવરોહયુકત ભાવવાહી વાચન,વિરામ ચિહ્નનો ખ્યાલ અને ઉચ્ચાર શુધ્ધિને ધ્યાનમાં રાખી
  મૂલ્યાંકન કરાશે.
6.દ્રષ્ટિ મર્યાદા ધરાવતા વિદ્યાર્થીઓ માટે ખાસ સ્વરૂપમાં વાચન સામગ્રી પૂરી પડાશે.
7.નિર્ણાયકોનો નિર્ણય અંતિમ અને આખરી ગણાશે.

મૂલ્યાંકન તરાહ
દરેક નિર્ણાયકશ્રીઓને નીચે દર્શાવેલ પત્રક અલગ અલગ આપવાનું રહેશે.
ધોરણ
ક્રમ
વિદ્યાર્થીનું નામ
વાચન ગતિ અને ઉચ્ચાર શુધ્ધિ
આરોહ અવરોહ અને વિરામ ચિહ્નોનો ખ્યાલ
સમગ્ર છાપ
કુલ ગુણ
25
10 ગુણ
10 ગુણ
5 ગુણ







 
નિર્ણાયક :- 1                           વિજેતા:- 1.                                     નિર્ણાયક:-2
સહી :-                                           2.                                    સહી :-
                                                  3.


દાખલા ગણન સ્પર્ધા

ભૂમિકા :
        ગણન એ એક અતિ મહત્ત્વનું કૌશલ્ય છે. ગણિત એ તર્ક અને ચોક્સાઇ આધારિત વિષય છે. પ્રાથમિક શાળા કક્ષાએ ગણિત વિષયના માધ્યમથી બાળકના ગણન કૌશલ્યનો વિકાસ કરવા માટે આપણે સતત પ્રયત્ન કરતા હોઇએ છીએ. શાળા કક્ષાએ ગણિત શિક્ષણને વધુ રસમય બનાવવા અને બાળકોના રસ, એકાગ્રતા અને ઉત્તેજનાને જાળવી રાખવા માટે ગણિત શિક્ષણને કૌશલ્યલક્ષી બનાવવાની સાથે તેમાં સ્પર્ધાનું તત્વ ઉમેરવામાં તો તે બાળકોની સિધ્ધિ અને પ્રેરણાને પોષક બની શકે. આ હેતુસર આપણે પ્રાથમિક શાળા કક્ષાએ દાખલા ગણન સ્પર્ધા યોજવા જઇ રહ્યા છીએ.
માર્ગદર્શક રૂપરેખા :
1.      દાખલા ગણન સ્પર્ધા આપણે સમગ્ર ગુજરાત રાજ્યની અનુદાનિત પ્રાથમિક શાળાઓના ધોરણ 3,4 અને 5 ના વિદ્યાર્થીઓ માટે કરીશું.
2.      સ્પર્ધા માટે વય મર્યાદાને નહીં પણ માત્ર ધોરણના માપદંડને જ ધ્યાનમાં રાખીશું.
3.      સ્પર્ધા માટે દાખલાનું વિષયવસ્તુ ધોરણવાર ગણિતના પાઠ્યપુસ્તકની સાથે તે સ્તરના સામાન્ય ગણનના અપેક્ષિત કૌશલ્યને સમકક્ષ રહેશે.
4.      પાઠ્યપુસ્તકમાંથી સીધા દાખલા પૂછવાની જગ્યાએ રકમ બદલી વૈવિધ્ય જાળવવું પડશે.
5.      સ્પર્ધાના દરેક બેચ માટે દાખલાઓનું વૈવિધ્ય અને કઠિનતા સ્તર એકસરખું રહે તે બાબત અગાઉથી સુનિશ્ચિત કરવી પડશે.
6.      જે-તે ધોરણના જેટલા બેચ થતા હોય તે મુજબના દાખલાઓનું જૂથ અગાઉથી અલગ કાર્ડ / કાગળમાં લખી રાખવાનું રહેશે. 
7.      આ સ્પર્ધાના નિયમો સહિતની જાહેરાત શાળાની પ્રાર્થનાસભામાં અને નોટિસબોર્ડ પર એક સપ્તાહ પહેલાં કરવી જોઇશે. 
8.      શાળા કક્ષાએ ત્રણેય ધોરણના તમામ બાળકો આ સ્પર્ધામાં સહભાગી બને એ બાબતની કાળજી લેવી જોઇશે. 
9.      શાળા કક્ષાની આ સ્પર્ધાના મૂલ્યાંકનની પેનલમાં શાળામાં ઉચ્ચ પ્રાથમિક વિભાગ હોય તો તેના ગણિત-વિજ્ઞાન શિક્ષક, મુખ્ય શિક્ષક, ઉચ્ચ પ્રાથમિક વિભાગ ન હોય તો પ્રાથમિક વિભાગમાં ગણિત શીખવતા શિક્ષક, નજીકમાં હાઇસ્કૂલ હોય તો તેના ગણિત શિક્ષક, શાળાની એસ.એમ.સી.ના શિક્ષણવિદ સભ્ય વગેરેની સેવા લઇ શકાશે. 

નિયમાવલિ :
1.      સ્પર્ધા ધોરણ 3,4 અને 5 ના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ રહેશે.
2.      પ્રથમ એલિમિનેટર રાઉન્ડ રહેશે. જેમાં દસ મિનિટમાં આપેલા 20 પૈકીના 10 કે તેથી વધુ પ્રશ્નો ઉકેલનાર વિદ્યાર્થીને મુખ્ય સ્પર્ધામાં સામેલ કરવામાં આવશે.
3.      સ્પર્ધાનો સમય 20 મિનિટનો રહેશે.
4.      સ્પર્ધામાં 30 દાખલા / પ્રશ્નો પ્રશ્નપત્ર સ્વરૂપમાં રજૂ કરવામાં આવશે.
5.      સ્પર્ધા શાળાના વર્ગખંડમાં જ યોજવામાં આવશે અને ઉપલા ધોરણના શિક્ષક વર્ગખંડમાં નિરીક્ષક તરીકે ઉપસ્થિત રહેશે.
6.      સ્પર્ધકે શાળા તરફથી આપેલ ફૂલસ્કેપ કાગળમાં આ પ્રશ્નો / દાખલાના ઉકેલ રજૂ કરવાના રહેશે.
7.      30 મિનિટના અંતે સૌથી વધારે સાચા ઉત્તર રજૂ કરનાર વિદ્યાર્થીને વિજેતા ઘોષિત કરવામાં આવશે.
8.      પ્રશ્નો / દાખલાના શાળાએ નિશ્ચિત કરેલા જવાબ / ઉકેલ અંતિમ ગણવામાં આવશે.
9.      ઉત્તરોની સુવાચ્યતા/ અંકોના વળાંક કે અન્ય કોઇ પણ મૂંઝવણ માટે નિર્ણાયકશ્રીનો નિર્ણય અંતિમ ગણાશે. 
10.  સ્પર્ધામાં કોઇપણ પ્રકારના કેલ્ક્યુલેટર કે ગણનયંત્રનો ઉપયોગ કરી શકાશે નહીં.



ઘડિયા રમત સ્પર્ધા
ભૂમિકા :
        ગણિત એ તર્ક અને ચોક્સાઇ આધારિત વિષય છે. પ્રાથમિક શાળા કક્ષાએ ગણિત વિષયના માધ્યમથી બાળકના ગણન કૌશલ્યનો વિકાસ કરવા માટે આપણે સતત પ્રયત્ન કરતા હોઇએ છીએ. શાળા કક્ષાએ ગણિત શિક્ષણને વધુ રસમય બનાવવા અને બાળકોના રસ, એકાગ્રતા અને ઉત્તેજનાને જાળવી રાખવા માટે ગણિત શિક્ષણને કૌશલ્યલક્ષી બનાવવાની સાથે તેમાં સ્પર્ધાનું તત્વ ઉમેરવામાં તો તે બાળકોની સિધ્ધિ અને પ્રેરણાને પોષક બની શકે. ઘડિયા ગાન આપણી શાળામાં નિયમિત રીતે થતી પ્રવૃત્તિ છે. આપણે આ વર્ષે પ્રાથમિક શાળા કક્ષાએ ઘડિયા રમત સ્પર્ધા યોજવા જઇ રહ્યા છીએ.

માર્ગદર્શક રૂપરેખા :
1.      ઘડિયા રમત સ્પર્ધા આપણે સમગ્ર ગુજરાત રાજ્યની અનુદાનિત પ્રાથમિક શાળાઓના ધોરણ 3,4 અને 5 ના વિદ્યાર્થીઓ માટે કરીશું.
2.      સ્પર્ધા માટે વય મર્યાદાને નહીં પણ માત્ર ધોરણના માપદંડને જ ધ્યાનમાં રાખીશું.
3.      સ્પર્ધા માટે ઘડિયાની પસંદગી જે - તે સ્તરના અભ્યાસક્રમ અને અપેક્ષિત કૌશલ્યને સમકક્ષ રહેશે.
4.      સ્પર્ધાના દરેક બેચ માટે ઘડિયાનું વૈવિધ્ય અને કઠિનતા સ્તર એકસરખું રહે તે બાબત અગાઉથી સુનિશ્ચિત કરવી પડશે.
5.      આ સ્પર્ધાના નિયમો સહિતની જાહેરાત શાળાની પ્રાર્થનાસભામાં અને નોટિસબોર્ડ પર એક સપ્તાહ પહેલાં કરવી જોઇશે. 
6.      શાળા કક્ષાએ ત્રણેય ધોરણના તમામ બાળકો આ સ્પર્ધામાં સહભાગી બને એ બાબતની કાળજી લેવી જોઇશે. 
7.      જે-તે વર્ગના તમામ બાળકોને એકસાથે વર્ગમાં જ ગોળાકારે બેસાડીને આ રમત રમાડવાની રહેશે.
8.      શાળા કક્ષાની આ સ્પર્ધાના મૂલ્યાંકનની પેનલમાં શાળાના શિક્ષક / મુખ્ય શિક્ષક / શાળાની એસ.એમ.સી.ના શિક્ષણવિદ સભ્ય વગેરેની સેવા લઇ શકાશે. 

નિયમાવલિ :
1.      સ્પર્ધા ધોરણ 3, 4 અને 5 ના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ રહેશે.
2.      જે-તે ધોરણ / વર્ગના તમામ વિદ્યાર્થીઓ એકસાથે અને એક સમયે આ સ્પર્ધામાં ભાગ લેશે.
3.      ધોરણવાર અગાઉથી નક્કી કરેલ ઘડિયા પર આધારિત આ રમત રમવામાં આવશે.
4.      ઘડિયાના ગણિતને સ્પર્ધાત્મક તરાહમાં બોલીને રજૂ કરવાનું રહેશે. દા.ત. 7ના ઘડિયાની રમત માટે ગોળાકારે બેઠેલા તમામ સ્પર્ધકોએ 1 થી 70 સુધીના અંકો વારાફરતી ક્રમિક રીતે રજૂ કરવાના થશે. તેમાં આ મુજબની તરાહને અનુસરવાનું થશે. જે વિદ્યાર્થીને ભાગે આવતી સંખ્યામાં એકમનો અંક 7 આવે તો તેણે તે અંક ન બોલતાં એક તાળી વગાડવાની રહેશે. એવી જ રીતે જે વિદ્યાર્થીને ભાગે આવતી સંખ્યા 7ના ઘડિયામાં 7 ના ગુણકના પલાખાનો જવાબ આવે તો તે સંખ્યા ન બોલતાં તેણે પણ એક તાળી વગાડવાની રહેશે. 
5.      ઉપરોક્ત શરતનું પાલન કરવામાં જે નિષ્ફળ જાય, એટલેકે ત્વરિત પ્રતિચાર ન આપી શકે અથવા તો તે જ્ગ્યાએ અંક બોલી જાય તે વિદ્યાર્થી રમતમાંથી બાદ(આઉટ) થતાં જશે.
6.      છેલ્લે જે બાકી રહે તેને વિજેતા ગણવામાં આવશે.
7.      એક ધોરણના એક કરતાં વધુ વર્ગ હોય તો તેમાં છેલ્લે વધતા 5-5 વિદ્યાર્થી વચ્ચે ફાયનલ રાઉન્ડ રમાડીને વિજેતા નક્કી કરી શકાય.
8.      કોઇ પણ મૂંઝવણ માટે નિર્ણાયકશ્રીનો નિર્ણય અંતિમ ગણાશે. 




No comments:

Post a Comment

thanks for visiting.......

Share English German French Arabic Chinese Simplified