HOME

For latest update about Education Keep Visiting our Site....Also Visit GujPri-Gujarat Principal...Thank you for visit our site

QUIZ

સામાન્ય જ્ઞાન અને સામાજિક વિજ્ઞાન ક્વીઝ સ્પર્ધા
ભૂમિકા :
        શાળા એ સર્જનાત્મક રંગમંચ છે. આ રંગમંચના માધ્યમ થકી જ અધ્યેતાનો સર્વાંગી વિકાસ થઇ શકે છે. સામાન્ય જ્ઞાન ક્વીઝની મદદથી બાળકની જિજ્ઞાસા, અવલોકન અને ત્વરિત નિર્ણયશક્તિનો વિકાસ થાય છે. પ્રાથમિક શાળા કક્ષાએ સામાન્ય જ્ઞાન ક્વીઝની મદદથી બાળકની સ્થાનિક પર્યાવરણ અંગેની જાગૃતિ તથા જ્ઞાનપ્રતિભાની પણ ખિલવણી શક્ય બનશે. આવા હેતુઓ સાથે આપણે પ્રાથમિક શાળા કક્ષાએ સામાન્ય જ્ઞાન કવીઝનું આયોજન કરી રહ્યા છીએ. 


માર્ગદર્શક રૂપરેખા :
1.       સમગ્ર વર્ગમાંથી ક્વીઝ સ્પર્ધા માટેની ટીમ પસંદગી કરવા માટે શરૂઆતમાં ઇચ્છુક એવા વિદ્યાર્થીઓ વચ્ચે સામાન્ય જ્ઞાનનો એલિમિનેશન રાઉન્ડ કરી શકાય.
2.       સામાન્ય જ્ઞાન અને સામાજિક વિજ્ઞાન ક્વીઝ સ્પર્ધાનું વિષયવસ્તુ નીચેના મુદ્દાઓને આધારિત રહેશે.
·         ગુજરાતના શાસકો, સ્વાતંત્ર્યસેનાનીઓ, સાહિત્યકારો, સંતો, સંગીત-કલાના ક્ષેત્રના પ્રદાતાઓ, ગુજરાતની ભૂગોળ
·         વનસ્પતિજગત, પ્રાણીજગત, ઉદ્યોગો, પ્રવાસન સ્થળો
·         માધ્યમિક કક્ષાએ ભારતના બંધારણને લગતા પ્રશ્નો પૂછી શકાશે.
3.       સ્પર્ધાના 80 % પ્રશ્નો ઉપરોક્ત વિષયાનુસાર અને 20 % પ્રશ્નો જિલ્લાના સ્થાનિક સંદર્ભ સાહિત્ય અનુસાર પૂછવાના રહેશે.
4.       સામાન્ય જ્ઞાન ક્વીઝ સ્પર્ધાનું કઠિનતા સ્તર બાળકોના ધોરણના સ્તર મુજબનું રાખીશું.
5.       સામાન્ય જ્ઞાન ક્વીઝ સ્પર્ધાના નિયમોથી દરેક શાળાના દરેક ધોરણના તમામ વિદ્યાર્થીઓ વાકેફ થાય તે રીતે તેની જાહેરાત અને પ્રચાર પ્રસાર કરવાનો રહેશે.
6.       ક્વિઝમાં ક્વીઝ માસ્ટર તરીકે શાળાના જ બે શિક્ષક અને ટાઇમકીપીંગ તથા સ્કોરીંગ કરવા માટે અન્ય શિક્ષક/શાળાની એસ.એમ.સી.ના શિક્ષણવિદ સભ્યની સેવા લઇ શકાશે.
7.       પ્રશ્નો પૂછતી વખતે હોલ / ખંડનું વાતાવરણ શાંત હોય તે બાબતનું ધ્યાન રાખવું. સાઉન્ડ સિસ્ટીમનો ઉપયોગ થાય તો સારૂ.
8.       પ્રશ્નોના જવાબ માટે જે-તે ટીમમાંથી કોઇ એક જ વિદ્યાર્થી જવાબ આપે તે ઇચ્છનીય છે. અથવા તો ટીમમાંથી જે વિદ્યાર્થી પહેલો જવાબ આપે તે જ માન્ય ગણવામાં આવશે.
9.       દરેક રાઉન્ડના અંતે સ્કોર જાહેર કરવામાં આવશે
10.   ક્વીઝ્માસ્ટરે એ વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે જે-તે રાઉન્ડમાં દરેક સ્પર્ધક ટીમને એક જ વિભાગના પ્રશ્નો પૂછવામાં આવે. દા.. એક ટીમને પ્રાણીજગત / વનસ્પતિજગતના પ્રશ્ન પૂછવામાં આવે તો બાકીની દરેક ટીમોને પણ એ જ વિભાગના પ્રશ્નો પૂછવામાં આવે.

સંદર્ભ સાહિત્ય :
·         સ્વર્ણિમ ગુજરાત ક્વીઝ મંજૂષા, પ્રકાશક : નોલેજ કોન્સોર્ટીયમ ઓફ ગુજરાત
·         જિલ્લાનું સ્થાનિક સંદર્ભ સાહિત્ય, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અને જી.સી..આર.ટી., ગાંધીનગર.
·         જે-તે ધોરણના પાઠયપુસ્તકો, ગુ.રા.શા.પા.પુ. મંડળ, ગાંધીનગર.


ક્વીઝના રાઉન્ડ અને નિયમો :
પ્રથમ રાઉન્ડ : બહુવિકલ્પ રાઉન્ડ
·         આ રાઉન્ડના પ્રશ્નો બહુવિકલ્પ પ્રકારના હશે. તેમાં જવાબ માટે ત્રણ / ચાર વિકલ્પો ક્વીઝ માસ્ટર દ્વારા રજૂ કરવામાં આવશે.
·         આ રાઉન્ડના પ્રશ્નો જે-તે ટીમ માટે જ રહેશે. તેને અન્ય ટીમને પાસ કરવાના નથી. પ્રશ્નનો જવાબ આપવા માટે દરેક ટીમને 20 સેકન્ડનો સમય આપવામાં આવશે.
·         દરેક સાચા ઉત્તરના 10 ગુણ આપવામાં આવશે.
·         દરેક ટીમને આ રાઉન્ડમાં ક્રમિક રીતે 1-1 પ્રશ્ન પૂછ્યા બાદ બીજો પ્રશ્ન પૂછાશે. આ રાઉન્ડમાં દરેક ટીમને 3-3 પ્રશ્નો મળશે. આમ ચાર ટીમ લેખે આ રાઉન્ડના કુલ પ્રશ્નોની સંખ્યા 12 હશે.
પ્રથમ રાઉન્ડ : પાસીંગ રાઉન્ડ
·         આ રાઉન્ડના પ્રશ્નો જે-તે ટીમને પૂછ્યા બાદ તે ટીમ જવાબ ન આપી શકે તો તેને  ત્યાર પછીની ટીમને પાસ કરવામાં આવશે.
·         પ્રશ્નનો જવાબ આપવા માટે દરેક ટીમને 15 સેકન્ડનો સમય આપવામાં આવશે. 15 સેકન્ડ પૂરી થયા બાદ અથવા તો તે ટીમ દ્વારા ‘પાસ’ બોલાયા બાદ તે પ્રશ્નને ત્યાર પછીની ટીમને પાસ કરવામાં આવશે.
·         જે-તે ટીમને તેમના સાચા ઉત્તરના 10 ગુણ આપવામાં આવશે. જો પાસ થયા બાદ કોઇ ટીમ જવાબ આપે તો તે ટીમને 5 ગુણ આપવામાં આવશે.
·         દરેક ટીમને આ રાઉન્ડમાં ક્રમિક રીતે 1-1 પ્રશ્ન પૂછ્યા બાદ બીજો પ્રશ્ન પૂછાશે. આ રાઉન્ડમાં પણ દરેક ટીમને 3-3 પ્રશ્નો મળશે. આમ ચાર ટીમ લેખે આ રાઉન્ડના કુલ પ્રશ્નોની સંખ્યા 12 હશે.
તૃતીય રાઉન્ડ : બઝર રાઉન્ડ
·         આ રાઉન્ડમાં ક્વીઝ માસ્ટર દ્વારા પ્રશ્ન પૂછાય ત્યાર બાદ જે ટીમ સૌથી પહેલું બઝર (શાળા કક્ષાએ ચમચી-વાડકી, ડસ્ટર અથવા તો અવાજ ઉત્પન્ન કરવા માટે જે વ્યવસ્થા ગોઠવાય તે) વગાડનાર ટીમને જવાબ આપવાની તક મળશે.
·         સૌથી પહેલું બઝર કોણે વગાડ્યું તે બાબત નક્કી કરવાનો અંતિમ નિર્ણય સહાયક ક્વીઝ માસ્ટર લેશે. બઝર વગાડ્યા પછી જવાબ આપવો ફરજિયાત બનશે.
·         આ રાઉન્ડના પ્રશ્ન પાસ કરી શકાશે નહીં
·         આ રાઉન્ડમાં જે-તે ટીમને તેમના સાચા ઉત્તરના 10 ગુણ આપવામાં આવશે. ઉત્તરની તક મેળવનાર ટીમ ખોટો જવાબ આપે તો તેના 5 ગુણ કુલ સ્કોરમાંથી કાપી લેવામાં આવશે
ચતુર્થ રાઉન્ડ : કન્ટિન્યુ (સતત) રાઉન્ડ
·         આ રાઉન્ડમાં ક્વીઝ માસ્ટર દ્વારા પ્રત્યેક ટીમને સતત 10-10 પ્રશ્નો પૂછવામાં આવશેઆ માટે જે – તે ટીમને 2 મિનિટનો સમય મળશે. ટીમ જેમ –જેમ જવાબ આપતી જશે તેમ તેને 10 પૈકીના પ્રશ્નો મળતા જશે.
·         ટીમ પોતાની 2 મિનિટ દરમિયાન ‘પાસ’ બોલીને આગળનો પ્રશ્ન મેળવી શકે છે.
·         જવાબ આપવામાં ટીમ વિલંબ કરે તો તે 10 કરતાં ઓછા પ્રશ્નો મેળવી શકે એવું બનવાજોગ છે.
·         આ રાઉન્ડમાં જે-તે ટીમને તેમના સાચા ઉત્તરના 10 ગુણ આપવામાં આવશે.

ઉપરોક્ત ચારેય રાઉન્ડના અંતે જે ટીમના સૌથી વધુ ગુણાંક થાય તો તે ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે.  જો બે ટીમ વચ્ચે ટાઇ એટલે કે સમાન ગુણ થાય તો તેમને પૂછવા માટે ક્વીઝ માસ્ટર પાસે વધારાના પાંચ જેટલા પ્રશ્નો બઝર રાઉન્ડ તરાહથી રમવા માટે રાખવાના રહેશે.
વિજેતા ટીમના વિદ્યાર્થીઓ જ આગળના સ્તરે શાળાનું પ્રતિનિધિત્વ કરશે.  

સ્કોરીંગ ટેબલ :

ક્રમ
રાઉન્ડ
રાઉન્ડવાર ટીમે મેળવેલા ગુણ
ટીમ – 1
ટીમ – 2
ટીમ – 3
ટીમ – 4
1
બહુવિકલ્પ રાઉન્ડ




2
પાસીંગ રાઉન્ડ




3
બઝર રાઉન્ડ




4
કન્ટિન્યુ રાઉન્ડ




કુલ ગુણ







No comments:

Post a Comment

thanks for visiting.......

Share English German French Arabic Chinese Simplified