HOME

For latest update about Education Keep Visiting our Site....Also Visit GujPri-Gujarat Principal...Thank you for visit our site

SUVICHAR

ગુજરાતી સુવિચાર 


* જે વ્યક્તિ માત્ર તમારી ખુશી માટે હાર માની લે, એ વ્યક્તિ સામે તમે ક્યારેય જીતી  નથી શક્તા.
અહંકારને શૂન્ય કરવામાં પ્રાર્થના મદદ કરે છે.
*અહંકારને શૂન્ય કરવામાં પ્રાર્થના મદદ કરે છે.
*જીવનમાં દુ:ખ આવે જ નહિ એ વાત અશક્ય છે. કદીક તો દુ:ખ આવવાનું જ. પરંતુ દુ:ખ જો સમજીને સહન કર્યું હશે તો એ કદીયે વ્યર્થ નથી જવાનું. પોતાની ઉપર પડતા તાપને પોતાની ભીતરમાં ખેંચીને વૃક્ષ મજબૂત અને સમૃદ્ધ બને છે

*માનવી પાસેથી ઘણું બધું છિનવી શકાય છે પણ પોતાની આસપાસના સંજોગો તરફનો પોતાનો અભિગમ વલણ પસંદ કરવાની માનવીની અંતિમ સ્વાધીનતા કદી પણ છિનવી શકાતી નથી.
*સુખી જીવનની ફોર્મ્યુલા છે જીંદગીમાં બિનજરૂરી અપેક્ષાઓ ના રાખો. સાચું પૂછો તો કોઈ અપેક્ષાઓ જ ના કરો. જિંદગી જે કઈ આપે તે હસતે ચહેરે અપનાવી લેનારને જિંદગી ઘણી બધી માનસિક પીડાથી બચાવી લે છે.
*આત્મવિશ્વાસ, મનોબળ અને સંકલ્પના ત્રણ તીર જેના ભાથામાં હોય એ માનસ અઘરામાં અઘરું નિશાન વીંધી શકે છે.
*લોઢું જેમ જેમ ઘસાતું જાય છે તેમ તેમ કાટ ઉખડતો જાય છે ને ચકચકાટ વધતો જાય છે. એ જ રીતે સ્વાર્થીપણાના કાટને લીધે નિસ્તેજ બનેલો માનવ જેમ જેમ બીજાના ભલા માટે ઘસાતો જાય છે, તેમ તેમ કાટ કપાતો જાય છે, ને જીવન તેજસ્વી બનતું જાય છે. 
*તમારે સુખી થવું હોય તો બે મંત્રનો જાપ કરો; ૧. મારે કાઈ જોઈતું નથી. ૨. મારો કોઈ દુશ્મન નથી.

*વિજ્ઞાનની શોધ વડે માણસ પક્ષીની માફક આભમાં ઉડી શકે છે, માછલીની જેમ ઊંડા પાણીમાં જઈ શકે છે, પણ માનવી તરીકે પૃથ્વી પર કેમ જીવવું એ જ તેને આવડતું નથી.

No comments:

Post a Comment

thanks for visiting.......

Share English German French Arabic Chinese Simplified